શ્રીમાન રાકેશ રાજદેવના અતુલ્ય પ્રયાસો થકી સમાજને આગળ લાવવાના પ્રયત્નો
જ્યારે તમે કોઈ રાષ્ટ્ર માટે સંસ્કારીતતાનો વિચાર કરો છો ત્યારે શ્રીમાન રાકેશ રાજદેવજીનું નામ પહેલા યાદ આવે છે. નેતૃત્વના પ્રતિક, વચનના પાક્કા વ્યક્તિ, પરોપકારી અને ઉદ્યોગપતિ સાથે સાથે એક દયાળુ વ્યક્તિ એટલે શ્રી રાકેશ રાજદેવજી.
જો હું ખોટો ન હોવ તો તમે તેમના વ્યક્તિત્વ વિષે જાણવા માટે કઈક અંશે ઉત્સુક હશો, બરાબર ને? સારું, ચાલો આપણે તેમની અત્યાર સુધીની જીવનયાત્રાની કેટલીક ઝલક પર એક ઊંડી નજર નાખીએ.
શ્રીમાન રાકેશ રાજદેવ વિષે ટૂંકી પ્રસ્તાવના
શ્રી રાકેશ રાજદેવતમે એવું સાંભળ્યું હશે કે આનુવંશિક લક્ષણો પેઢી દર પેઢી સ્થાનાંતરીત થાય છે. શ્રી રાકેશ રાજદેવજીના કિસ્સામાં પણ એમ જ થયું છે. તેમના સ્વર્ગસ્થ પિતાશ્રી સ્વ. પ્રતાપરાય રાજદેવજી પાસેથી તેઓને માયાળું હ્રદય મળ્યું છે.
તેઓ ગુજરાતના રંગીલા રાજકોટના વતની છે કે જે ભારતમાં આવેલું છે. તેઓ રાજ્યના જાણીતા ઉદ્યોગપતિ છે. તેઓ દ્વારકાની ભવ્ય થ્રી સ્ટાર હોટલ “રોમા ક્રિસ્ટો હોટલ” ના માલિક છે. સમાજના ઉત્કૃષ્ટ વર્ગો અહી આવે છે તથા ખૂબ જ આકર્ષક અને સ્વાદિષ્ટ વાનગીઓથી તેઓનું સ્વાગત કરાય છે.
એક ઉમદા હ્રદય હોવાની સાથે સાથે તેઓ સમાજના નીચલા અને વંચિત વર્ગો વિષે પણ વિચારે છે, તેઓના પ્રત્યે તેમના હ્રદયમાં ખૂબ જ અનુકંપા રહેલી છે. તેમના સમાજમાં ગરીબી રેખા હેઠળ પોતાનું જીવન જીવી રહેલા લોકો માટે શ્રીમાન રાકેશ રાજદેવજી આગળ આવ્યા હતા. તેઓએ તેમની ગરીબી જોઈને સમાજ કલ્યાણ માટે “કાનુડા મિત્ર મંડળ” નામની સંસ્થાની પહેલ કરી હતી.
કાનુડા મિત્ર મંડળ દ્વારા શ્રી રાકેશ રાજદેવજીના યોગદાનો
“ગરીબી એ ગુલામી અને રંગભેદની જેમ કોઈ અકસ્માત નથી, તે તો માણસે સર્જેલી છે અને તેને મનુષ્યોના પ્રયાસ થકી જ નિવારી શકાય છે.” – શ્રી નેલ્સન મંડેલા
ભારતમાં ગરીબીની વિપરીત પરિસ્થિતિને પહોંચી વળવા માટે શ્રી રાકેશ રાજદેવે પોતાની જાતને એક વફાદાર અને સમર્પિત વ્યક્તિ તરીકે સાબિત કરી છે. કોરોના વાયરસની મહામારી દરમિયાન તેઓએ જે કાર્યો કર્યા છે, તે તમે પણ જોયા હશે અને તેની પ્રશંસા પણ કરી હશે. હવે તેમના સમાજ કલ્યાણમાં વધુ યોગદાન આપવા બાદલ તમે તેમની અઢળક પ્રશંસા કરશો કે જે માત્ર “કાનુડા મિત્ર મંડળ” ના પ્રયાસો થકી શક્ય બન્યું હતું.
શાળાએ જતાં નાના ભૂલકાઓ માટે
આ સમાજ કલ્યાણ સંસ્થાએ શિક્ષણ ક્ષેત્રે પણ અભૂતપૂર્વ કામ કર્યું છે. લગભગ ૮૦૦૦ જેટલા જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટ આપી હતી. આટલું જ નહીં, પણ ધોરણ ૧ થી ૯ ના વિદ્યાર્થીઓને નાસ્તાના ડબ્બાઓ, પાણીની બોટલ્સ અને શાળાના દફતરો પણ પ્રદાન કરવામાં આવ્યા હતા. તદુપરાંત મજૂર વર્ગના બાળકોને ફૂડ પેકેટ્સ અને બેગ્સ પણ આપ્યા હતા.
શ્રીમાન રાકેશ રાજદેવ દ્વારા કોરોના મહામારીના સમયગાળા દરમિયાન સંપત્તિનું દાન
કોવિડ-૧૯ એટલે કે કોરોનાનો સમય સમગ્ર વિશ્વ માટે ખૂબ જ મુશ્કેલ અને ભયાવહ હતો. આ પરિસ્થિતિમાં ભારતીય સમાજને નાણાકીય સહાય અને તબીબી સહાયની તાતી જરૂરિયાત હતી.
નોવેલ કોરોના વાયરસનો ગ્રાફ ચરમસીમાએ પહોંચ્યો હોવાથી સરકારે ‘લોકડાઉન’ નો આદેશ આપ્યો હતો. કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાંથી બહાર નીકળી શકતી નહોતી. મોટાભાગના પરિવારો માટે આર્થિક પતન શરૂ થઈ ગયું હતું. ખાસ કરીને રોજનું રોજ ખાતા લોકો (રોજમદારો) ના જીવન પર માઠી અસર થઈ હતી. પરંતુ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભગવાન કોઈ પણ સ્વરૂપમાં તેમના ફરિશ્તાને મોકલે છે. તે સમયમાં શ્રીમાન રાકેશ રાજદેવ તેમના સમાજ માટે ધ્રુવના તારા તરીકે ઊભરી આવ્યા હતા. હવે એ જાણો કે શ્રીમાન રાકેશ રાજદેવજી કવોરંટાઈનના સમયમાં સમાજને કેટલા ઉપયોગી થયા.
મજૂરો માટે નાણાકીય સહાય
મજૂર વર્ગ એ દરેક સમાજ માટે સૌથી દુઃખી અને દયનીય વર્ગ છે. તેથી શ્રીમાન રાકેશ રાજદેવ અને તેમના સાથીદારોએ તેમને આર્થિક સહાય પૂરી પાડવા માટે કામ કર્યું.
લગભગ ૫૦૦૦૦ મજૂરોને ફૂડ પેકેટ અને સેનિટેશન કીટસ આપવામાં આવી હતી. મોટાભાગની સહાય ૩૪ ટ્રેનો દ્વારા પહોંચાડવામાં આવી હતી. તે સમયે એક પણ ટ્રેન સાધન-સહાય વિના આગળ વધી ન હતી.
આ ઉપરાંત આશરે પચાસ હજાર મજૂરોને રાજકોટથી તેમના વતન મોકલવાનું કામ કર્યું તે પણ શ્રીમાન રાકેશ રાજદેવજી દ્વારા લેવાયેલ એક સુંદર પગલું હતું. આવી રીતે તેઓ તેમના પરિવાર પાસે સુરક્ષિત પરત ફર્યા હતા.
હોસ્પિટલમાં તબીબી સહાય
“કવોરંટાઈન”ની હ્રદય કંપાવી દે તેવી પરિસ્થિતિમાં હોસ્પિટલોને અને તબીબી મથકોને પણ સહાયની જરૂર હતી. જેથી તે જ પળે શ્રીમાન રાકેશ રાજદેવે કોરોનાના દર્દીઓને મદદ કરવા માટે બેડસ, ટેસ્ટિંગ કીટસ, સેનિટાઈઝર્સ અને ઘણી બધી તબીબી સાધનસામગ્રીઓ પૂરી પાડી હતી. તદુપરાંત, તેમણે દેશના ફ્રંટલાઈન વર્કરો માટે હોસ્પિટલમાં વૈભવી રૂમો પણ આપી હતી. કારણ કે તેઓ પોતાના દિવસ-રાત એક કરીને દેશને આ કાળસમા રોગથી બચાવવા ઝઝૂમ્યા હતા.
નિર્ણાયક વિચારો
તમે કોઈ દિવસ શ્રીમાન રાકેશ રાજદેવ જેવા વ્યક્તિ જોયા છે? ચોક્કસપણે નહીં! વિશ્વમાં બહુ વિરલ વ્યક્તિઓ છે કે જેઓ સમાજની સુખાકારી માટેનું સમર્પિત હોય. તમે જોયું હશે કે મોટાભાગના સમૃદ્ધ લોકો સામાન્ય રીતે કંજૂસ સ્વભાવના હોય છે. પરંતુ વ્યાપક હ્રદય ધરાવતી સંપત્તિ જવલ્લે જ જોવા મળે છે, અને શ્રીમાન રાકેશ રાજદેવ તેમાના એક છે. તેમના અગણિત યોગદાનોથી તેઓ સંપૂર્ણ સમાજ માટે દિશાનિર્દેશક બન્યા છે.
રાકેશ રાજદેવ, રોમા ક્રિસ્ટો હોટલના માલિક અને યુએઇ સ્થિત કંપનીઓના સ્થાપક છે.
APM Intl DMCC; APM Intl DMCC વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે જેમાં સોના અને ચાંદીનું હૉલસેલ/રિટેલ, દુબઈમાં સોના અને ચાંદીનો વેપાર અને સોનાને ઉચ્ચ-ગુણવત્તાવાળા બુલિયનમાં રિફાઇનિંગ કરવાનો સમાવેશ થાય છે. – જે આંતરરાષ્ટ્રીય માપદંડોના આધારે કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવે છે.
APM Capital; APM Capital ટોચના સ્તરના લિકવીડિટી પ્રોવાઈડર્સ સાથે જોડાણ કરીને તેમના ગ્રાહકોને લિકવીડિટી અને ટાઈટ સ્પ્રેડસ તેમજ અલ્ટ્રા ફાસ્ટ એક્ઝિકયુષનના ઊંડા પુલ સાથે ઓફર કરે છે.
APM Bullion: Physical Gold and Silver bullion trading company located in Dubai